ગુરુવાર, જાન્યુઆરી 1, 2026

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 1, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતનવા વર્ષની મોટી ભેટ: ગુજરાતના 2017 બેચના 28 IPS અધિકારીઓને JAGમાં બઢતી

નવા વર્ષની મોટી ભેટ: ગુજરાતના 2017 બેચના 28 IPS અધિકારીઓને JAGમાં બઢતી

રાજકોટ, તા. 1 જાન્યુઆરી 2026 – નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના 2017 બેચના 28 આઈપીએસ (IPS) અધિકારીઓને મહત્વની ભેટ આપવામાં આવી છે. રાજ્યપાલના આદેશથી પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ તમામ અધિકારીઓને ‘જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ (JAG)’માં બઢતી આપવામાં આવી છે.

આ બઢતી સાથે અધિકારીઓ હવે પે-મેટ્રિક્સ લેવલ-12 મુજબ રૂપિયા 78,800 થી 2,09,200 સુધીના પગાર ધોરણ માટે પાત્ર બનશે. સરકારના આ નિર્ણયથી પોલીસ વિભાગમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
સરકારી યાદી અનુસાર બઢતી મેળવનાર અધિકારીઓમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, મહેસાણા, ખેડા, નવસારી, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમાં સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ઇન્ટેલિજન્સ, રેલવે પોલીસ તેમજ એસઆરપીએફ જેવી મહત્વની જવાબદારીઓ સંભાળતા અધિકારીઓને પણ બઢતીનો લાભ મળ્યો છે.
આ બઢતી સાથે કેટલાક અધિકારીઓ માટે શરત મુકવામાં આવી છે કે તેમણે આગામી એક વર્ષમાં MCTP-III તાલીમ પૂર્ણ કરવાની રહેશે.

નવા વર્ષની શરૂઆતમાં સરકારે કરેલી આ જાહેરાતથી પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર