સોમવાર, ડિસેમ્બર 29, 2025

ઈ-પેપર

સોમવાર, ડિસેમ્બર 29, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં નકલી ડોક્ટર ઝડપાયો, ગ્રામ્ય SOGની કાર્યવાહી

રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં નકલી ડોક્ટર ઝડપાયો, ગ્રામ્ય SOGની કાર્યવાહી

રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં નકલી ડોક્ટર ઝડપાયો, ગ્રામ્ય SOGની કાર્યવાહી

રાજકોટ: રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાંથી એક નકલી ડોક્ટરને ઝડપવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલા આરોપીનું નામ રાજમંગલ મુરત સહાની હોવાનું સામે આવ્યું છે, જે કોઈ પણ જાતની માન્ય ડીગ્રી વિના દાંતના ડોક્ટર તરીકે છેલ્લા એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. SOGને મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે દરોડો પાડી નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.

તપાસ દરમિયાન નકલી ડોક્ટર પાસેથી અલગ અલગ પ્રકારની એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે. આરોગ્ય સાથે ગંભીર રીતે ખેલવાડ કરતી આ પ્રવૃત્તિને પગલે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના બાદ વિસ્તારમાં લોકોમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા આવા નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર