રવિવાર, ડિસેમ્બર 21, 2025

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ / ‘મને પોલીસની બીક નથી…’ આરોપીએ પોલીસ સ્ટેશન લીધું બાનમાં, PSI...

રાજકોટ / ‘મને પોલીસની બીક નથી…’ આરોપીએ પોલીસ સ્ટેશન લીધું બાનમાં, PSI સહિતનો સ્ટાફ દરવાજા બંધ કરી સંતાયો

રાજકોટ: શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ હંગામો મચાવ્યો હતો. આરોપીની ઉશ્કેરણી અને આક્રમક વર્તનથી પરિસ્થિતિ એવી બની કે PSI સહિતનો સ્ટાફ પોતાની સલામતી માટે તપાસ રૂમમાં દરવાજા બંધ કરી છુપાઈ ગયો.

પ્રાપ્ત માહિતી મુજબ, સદાન દોસાણી નામના આરોપીને અરજી સંબંધિત પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. PSI કે.કે. ચાવડા તેની પૂછપરછ કરી રહ્યા હતા તે દરમિયાન આરોપી નશાની હાલતમાં હોવાની આશંકા છે. અચાનક આરોપી ઉશ્કેરાઈ ગયો અને પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી તથા ધમકીભર્યું વર્તન શરૂ કર્યું.

આરોપીએ PSIને ઉદ્દેશીને “મને પોલીસની બીક નથી” કહીને હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, તેણે પોતાનું માથું દિવાલ પર ફટકાર્યું અને સ્ટાફ પર હુમલો કરવાની કોશિશ કરી. પરિસ્થિતિ બગડતી જોઈ PSI સહિતનો સ્ટાફ તપાસ રૂમમાં ઘૂસી ગયો અને દરવાજા બંધ કરી દીધા.

ઘટનાની જાણ થતાં સ્ટેશન ઇન્સ્પેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ દોડી આવ્યા અને સ્થિતિ પર કાબુ મેળવ્યો. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાને લઈને પ્રદ્યુમનનગર પોલીસે આરોપી સદાન દોસાણી તથા તેના પિતા સામે સરકારી ફરજમાં અડચણ પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાએ પોલીસ સ્ટેશનની અંદરની સુરક્ષા વ્યવસ્થા અને આરોપીઓ સાથે વ્યવહાર અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર