સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને મળશે નવો વેગ
રાજકોટ : સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ એવા કાનાલુસથી ઓખા રેલવે સ્ટેશન સુધીના ડબલ ટ્રેક પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. કુલ ૧૪૫૭ કરોડના ખર્ચે ૧૫૯ કિલોમીટર લાંબો ડબલ લાઇન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ઓખા અને સલાયા પોર્ટને સીધો લાભ મળશે, સાથે જ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ મળશે. ભારે માલવહન ક્ષમતા વધવાથી ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને પરિવહન ખર્ચમાં રાહત મળશે.
હાલ રાજકોટથી કાનાલુસ સુધી ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, જ્યારે નવી મંજૂરી મળતા બાકી વિસ્તારમાં પણ ઝડપથી કામ આગળ વધશે. ડબલ લાઈન પ્રોજેક્ટ હેઠળ 12 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે, જેમાં પ્લેટફોર્મ, સિગ્નલિંગ અને મુસાફર સુવિધાઓનો સમાવેશ થશે.
રેલવે અધિકારીઓ મુજબ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પેસેન્જર ટ્રેનોની સંખ્યા પણ વધવાની શક્યતા છે, જેથી મુસાફરોને વધુ સુવિધા અને સમય બચત બંને મળશે.


