ગાંધીનગરમાં વધુ એક ઉચ્ચ અધિકારી ACB ના સાણસામાં ફસાયો છે. સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા વર્ગ-2 ના અધિકારી ‘નિપૂણ ચંદ્રવદન ચોક્સી’ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકત મળી હોવાનું જાણવા મળ્યું છે.આ અધિકારી વર્ષ 2021 માં એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. લાંચ લેવાના ગુનામાં ચોક્સીને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યો હતો. તપાસ દરમિયાન આવક કરતા 62 ટકા વધુ મિલકત મળતી આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
BLO ની કામગીરીને કારણે બાળકોનું શિક્ષણ ખોરવાયું, આ માટે જવાબદાર કોણ?મહેસાણા સહિત રાજ્યભરની શાળામાં હાલ શિક્ષણ વ્યવસ્થા ‘રામભરોસે’ હોય તેવું લાગી રહ્યું છે અને આનું કારણ SIR કામગીરી છે. મહેસાણા જિલ્લામાં કુલ 6,383 શિક્ષકો છે, જે પૈકી 1,810 શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. હવે આના કારણે શાળામાં હાજર શિક્ષકો પર કામનું ભારણ વધ્યું છે.કામનું ભારણ વધતાં શિક્ષકો હવે જુગાડ કરીને બાળકોને શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે. મહેસાણાની ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં SIR કામગીરી અને બીજા કારણોના લીધે શાળાના 17 પૈકી 7 શિક્ષકો શાળામાં હાજર નથી. જોવા જઈએ તો, શિક્ષકો 2 વર્ગોને એકસાથે બેસાડીને ભણાવી રહ્યા છે.


