બંગાળની ખાડીમાં સક્રિય બનેલી ચક્રવાતી સિસ્ટમ ઝડપથી મજબૂત બને રહી છે અને આગામી 48 કલાકમાં આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું 26 નવેમ્બરના રોજ તામિલનાડુ અથવા આંધ્રપ્રદેશના તટ પર લેન્ડફોલ કરી શકે છે.
હાલમાં ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં ઠંડીનો પ્રભાવ વધુ વધી શકે છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ કે વાવાઝોડાની કોઈ સીધી અસર જોવા નહીં મળે, પરંતુ ઠંડીમાં વધારો થઈ શકે છે.
આ વાવાઝોડું હાલ ચક્રવાતી સિસ્ટમના સ્ટેજમાં છે અને 24 નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જો તે તીવ્ર બનશે, તો આ સિઝનમાં બંગાળની ખાડીમાં રચાયેલું બીજું ચક્રવાતી તોફાન બનશે.
➡ ગુજરાત પર અસર:
વરસાદની શક્યતા નથી
પવનની દિશામાં કેટલાક ફેરફાર
રાત્રિ અને સવારમાં ઠંડી વધુ કટોકટીરૂપ
હવામાન વિભાગે દક્ષિણના રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ગુજરાતમાં હાલ શિયાળાની ઠંડી યથાવત્ ચાલુ રહેશે.


