રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ‘સચેત પરંપરા’ નામની ભવ્ય બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓમાં આ કાર્યક્રમ માટે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સચેત પરંપરાનો કાર્યક્રમ સાંભળવા તથા માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થળ પર ભારે ભીડ એકત્ર થઈ હતી. ભીડ વધી જતાં કાર્યક્રમનું મેનેજમેન્ટ થોડું ખોરવાઈ ગયું હતું.
સ્થળ પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા સાંસ્કૃતિક સમિતિના ચેરમેને લોકોમાં શાંતિ જાળવવા અને વ્યવસ્થા મુજબ સહકાર આપવા અપીલ કરી હતી.


