બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર વિશે સવારે સોશિયલ મીડિયામાં તેમના અવસાન અંગેની અફવાઓ ઝડપથી ફેલાઈ હતી. જોકે અભિનેત્રી એશા દેઓલે આ તમામ અફવાઓને સખત શબ્દોમાં નકારી છે. તેમણે જણાવ્યું કે તેમના પિતા ધર્મેન્દ્ર સંપૂર્ણ રીતે સ્થિર છે અને ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે.એશાએ લોકોને વિનંતી કરી છે કે ખોટા સમાચાર ન ફેલાવે અને માત્ર સત્યને જ માન્ય રાખે. પરિવાર તરફથી પણ આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધર્મેન્દ્ર સારવાર હેઠળ છે અને તેમની હાલત નિયંત્રણમાં છે.ધર્મેન્દ્રના પ્રશંસકો તેમના ઝડપી આરોગ્યલાભ માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે.
એશા દેઓલ દ્વારા ધર્મેન્દ્રના અવસાનની અફવા નકારી : “પિતા સ્થિર છે અને સાજા થઈ રહ્યા છે”


