બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયટ્રમ્પના ભાષણ દરમિયાન ઇઝરાયલી સંસદમાં હોબાળો, બે સાંસદોએ વિરોધ કર્યો

ટ્રમ્પના ભાષણ દરમિયાન ઇઝરાયલી સંસદમાં હોબાળો, બે સાંસદોએ વિરોધ કર્યો

ટ્રમ્પે બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કરનારા આરબ અને મુસ્લિમ દેશોનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું કે આટલા બધા દેશો શાંતિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે તે ઇઝરાયલ માટે એક મોટી જીત છે. ટ્રમ્પે કહ્યું કે આ સમયને તે સમય તરીકે યાદ રાખવામાં આવશે જ્યારે બધું બદલાવાનું શરૂ થયું. આ ઇઝરાયલ અને મધ્ય પૂર્વ માટે સુવર્ણ યુગ હશે.

ઇઝરાયલ મજબૂત અને શક્તિશાળી છે: નેતન્યાહૂ

ટ્રમ્પ સમક્ષ નેતન્યાહૂએ ભાષણ આપ્યું. તેમણે કહ્યું, “હું માર્યા ગયેલા સૈનિકોના પરિવારોનું દુઃખ સમજું છું. મને ખબર છે કે આ દુઃખ જીવનભર રહેશે.” નેતન્યાહૂએ ઉમેર્યું કે આ બહાદુર સૈનિકોના કારણે, ઇઝરાયલ પ્રગતિ કરશે અને શાંતિ મેળવશે. ઇઝરાયલના દુશ્મનો પણ હવે સમજી ગયા છે કે ઇઝરાયલ કેટલું શક્તિશાળી અને મજબૂત છે.

તેમણે એક સૈનિક, એરી સ્પિટ્ઝનો ઉલ્લેખ કર્યો, જેણે લડાઈમાં પોતાના બંને પગ અને એક હાથ ગુમાવ્યો. ટ્રમ્પે ઉભા થઈને તેમનો હાથ મિલાવ્યા. નેતન્યાહૂએ કહ્યું, “ઇઝરાયલના લોકો વચન આપે છે કે આપણે આપણા દુશ્મનો સામે ક્યારેય નબળા નહીં પડીએ. 7 ઓક્ટોબરનો હુમલો એક ગંભીર ભૂલ હતી. દુશ્મનોને સમજાયું છે કે ઇઝરાયલ હંમેશા મજબૂત રહેશે. આ તાકાત શાંતિનું સાચું કારણ છે.”

સંબંધિત સમાચાર

તાજા સમાચાર