બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતજુનાગઢછેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં નોંધાપત્ર વરસાદ, સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં...

છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં નોંધાપત્ર વરસાદ, સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ વરસાદ

ગીર સોમનાથઃ સિઝનમાં પહેલીવાર છલકાયો રાવલ ડેમ

ગીર સોમનાથઃ સિઝનમાં પહેલીવાર રાવલ ડેમ છલકાયો છે. રાવલ ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. ઉના તથા ગીર ગઢડાના 18 ગામોને સાવચેત કરવામાં આવ્યા. ગીર ગઢડાના સાત ગામોને એલર્ટ કરાયા. ઉના તાલુકાના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા.

ગીર સોમનાથઃ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા પાકને નુકસાન

ગીર સોમનાથઃ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા પાકને નુકસાન પહોંચ્યુ છે. સૂત્રાપાડા તાલુકામાં ખેડૂતોના પાકને નુકસાન થયુ. સૂત્રાપાડાના થરેલી ગામ નજીકના વાડી વિસ્તારમાં ભારે પવનના કારણે ખેડૂતોના શેરડીના પાકને મોટું નુકસાન થયુ છે. પવનના કારણે શેરડીનો પાક ઢળી પડ્યો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર