એશિયા કપ 2025ની ફાઈનલ ક્રિકેટ ચાહકોનું સપનું સાચું થઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એક વખત આમને સામને આવવા માટે તૈયાર છે. આ ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત જોવા મળશે. જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ટકકર જોવા મળશે. ગ્રુપ સ્ટેજ અને સુપર-4 બાદ હવે ફાઈનલ પર ચાહકોની નજર છે.
ભારતે સુપર-4માં શાનદાર પ્રદર્શન કરી ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે પાકિસ્તાનની ટીમે પણ બાંગ્લાદેશ વિરુદ્ધ જીત સાથે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ પહેલી વખત હશે. જ્યારે એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં આમને-સામને હશે.