સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી બાદ જૂનાગઢના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને માંગરોળ તાલુકામાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી થઈ છે, જ્યાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર સહિત ૪૦થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. તેઓએ 88-કેશોદના ધારાસભ્ય દેવા માલમ અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન સામત વાસણની ઉપસ્થિતિમાં ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો. ખાતમુહૂર્ત સ્વરૂપે મો મીઠું કરાવાયું અને વિકાસના મુદ્દે અસંતોષને કારણે કોંગ્રેસમાંથી છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા.
જૂનાગઢ જિલ્લા રાજકારણમાં ઉથલપાથલ : માંગરોળમાંથી ૪૦ કોંગ્રેસી કાર્યકર્તા ભાજપમાં જોડાયા
