રાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજમાં મોટું ગાબડું: વાહન ચાલકો માટે જોખમ વધ્યું, તંત્ર નિષ્ક્રિયરાજકોટ-સોમનાથ નેશનલ હાઈવે પર જેતલસર નજીક આવેલા રેલવે ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડ્યું હોવા છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળી નથી. ગાબડું એટલું વિકટ છે કે વાહનચાલકો માટે ગંભીર દુર્ઘટનાનું જોખમ ઊભું થયું છે.
રોડ પરની સ્થિતિ જોખમી બનતા એક બાજુનો વાહનવ્યવહાર બંધ કરવાના હુકમો અધિક જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા, છતાં પણ તેનો અમલ સંચાલન તંત્ર તરફથી થઈ રહ્યો નથી. વાહન વ્યવહાર હજી પણ આ વિસ્તારમાં ચાલુ રહેતાં અકસ્માતની શક્યતા વધી રહી છે.વિશેષ છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ દ્વારા પણ બ્રિજના તૂટી ગયેલા ભાગની મરામત કરવા માટે કોઇ પગલાં લેવાયા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.પ્રજાજનો અને પ્રવાસીઓ દ્વારા આ રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે જેથી કોઈ મોટી જાનહાની ન બને.