હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે રાજ્યને લગભગ ૪૦૭.૦૨ કરોડ રૂપિયાનું વહીવટી નુકસાન થયું છે. કુદરતી આફતને કારણે રાજ્યમાં લગભગ ૨૪૫ રસ્તાઓ ભૂસ્ખલનને કારણે અવરોધિત અથવા પ્રભાવિત થયા છે.
આ વખતે ચોમાસુ હિમાચલ પ્રદેશમાં વિનાશ લાવ્યું છે. કુદરતે ચોમાસાની સાથે રાજ્ય પર તબાહી મચાવી છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં ભારે વિનાશ થયો છે. 20 જૂને હિમાચલ પ્રદેશમાં ચોમાસુ આવ્યું હતું. ત્યારબાદ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે રાજ્યને લગભગ 407.02 કરોડ રૂપિયાનું વહીવટી નુકસાન થયું છે.
જયશંકરે કેટલાક દેશોની ટીકા કરી હતી કે જ્યારે અન્ય દેશો આતંકવાદનો ભોગ બને છે ત્યારે તેઓ કોઈ વલણ અપનાવતા નથી. તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવતી નથી. તેમણે કહ્યું કે, એ વાત સાચી છે કે ઘણીવાર કેટલાક દેશો જ્યારે બીજો દેશ આતંકવાદનો ભોગ બને છે ત્યારે કોઈ વલણ અપનાવતા નથી.જયશંકરે કહ્યું, ભારત આ બાબતમાં ખૂબ જ સિદ્ધાંતવાદી રહ્યું છે. જ્યારે ભારતની બહાર ક્યાંય પણ આતંકવાદી હુમલા થાય છે, ત્યારે આપણે મોટાભાગે એ જ વલણ અપનાવ્યું છે જે ભારતમાં હુમલાઓ થયા ત્યારે અપનાવ્યું હતું.