ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક દિવસ પછી, ગંભીરે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે અને આ મામલે સુરક્ષાની માંગણી કરી છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને આ ધમકી ISIS કાશ્મીર તરફથી મળી છે. ગંભીરે આ મામલે 23 એપ્રિલે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે. તેમણે પોતાના પરિવાર માટે સુરક્ષાની પણ માંગ કરી છે.
ગૌતમ ગંભીર હાલના દિવસોમાં IPLને કારણે ટીમ ઈન્ડિયાથી બ્રેક પર છે. તાજેતરમાં જ તે પોતાના પરિવાર સાથે યુરોપના પ્રવાસે પણ ગયો હતો. પરંતુ પહેલગામ હુમલાના એક દિવસ પછી જ તેમને મળેલી જાનથી મારી નાખવાની ધમકીએ બધાને હચમચાવી દીધા છે.
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ઇંગ્લેન્ડ પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ શ્રેણી જૂન અને ઓગસ્ટ વચ્ચે યોજાશે. ગંભીરનું ધ્યાન ફક્ત ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાને તૈયાર કરવા અને તેને જીતવા પર જ નહીં, પરંતુ આમ કરતી વખતે, તેણે નવા WTC ટેબલમાં પોતાનું સ્થાન પણ સુધારવું પડશે.