મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર મોટો આતંકવાદી હુમલો થયો. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. આ હુમલાની વૈશ્વિક સ્તરે સખત નિંદા થઈ રહી છે. પીએમ મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પાછા ફર્યા અને એરપોર્ટ પર જ વિદેશ મંત્રી, NSA અને વિદેશ સચિવ સાથે મુલાકાત કરી.
જમ્મુ અને કાશ્મીર સરકારે પહેલગામ હુમલામાં મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલાઓને ૨ લાખ રૂપિયા અને ઘાયલ થયેલાઓને ૧ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.