શનિવાર, ડિસેમ્બર 14, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીય આરબીઆઈને મળી ધમકી, રશિયા સાથે કનેક્શ

 આરબીઆઈને મળી ધમકી, રશિયા સાથે કનેક્શ

દિલ્હીની સ્કૂલો બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો છે. આ મેઈલ મળતા જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે.

સ્કૂલ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકી વધી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીની અનેક સ્કૂલોને ધમકીઓ મળી હતી. તો એક દિવસ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યો ઇમેઇલ ગુરુવારે બપોરે આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર મોકલવામાં આવ્યો હતો. જેની જાણ શુક્રવારે સવારે કરવામાં આવી હતી. ઈ-મેઈલમાં રિઝર્વ બેન્કને રશિયન ભાષામાં ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા પણ રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. માતા રમાબાઈ માર્ગ (એમઆરએ માર્ગ) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

કેસની ગંભીરતા જોતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અગાઉ ગત મહિને રિઝર્વ બેન્કને ધમકીઓ મળી હતી.

નવી દિલ્હી: દિલ્હીની ત્રણ સ્કૂલોને 13 ડિસેમ્બરના રોજ બોમ્બથી ધમકીભર્યા મેઇલ મળ્યા હતા. જે બાદ વિવિધ એજન્સીઓએ શાળાના પરિસરમાં શોધખોળ શરૂ કરી હતી. આ પહેલા દિલ્હીની ઓછામાં ઓછી 44 સ્કૂલોને આવા જ ઈ-મેઈલ મળ્યા હતા. તપાસ બાદ પોલીસે તે ધમકીઓને અફવા ગણાવી હતી.

છેલ્લા કેટલાક મહિનાઓમાં ધમકીભર્યા કોલની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ક્યારેક સ્કૂલમાં ધમકીભર્યા કોલ તો ક્યારેક ફ્લાઇટમાં ધમકીભર્યા કોલના અહેવાલો આવે છે. તાજેતરના ઘટનાક્રમોમાં, છેલ્લા કેટલાક દિવસોમાં સેંકડો ફ્લાઇટ્સને બોમ્બથી ધમકી આપવામાં આવી છે. કેટલીક શાળાઓને આવી ધમકીઓ આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર