શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયદિવાળી પર ભારતીય બજારમાં 'વોકલ ફોર લોકલ', પીએમ મોદીનું મિશન સાકાર થઇ...

દિવાળી પર ભારતીય બજારમાં ‘વોકલ ફોર લોકલ’, પીએમ મોદીનું મિશન સાકાર થઇ રહ્યું છે

આ વર્ષે દિવાળી પર બજારમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. ધનતેરસે રિટેલ બિઝનેસ લગભગ 60,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જ્યારે રિયલ એસ્ટેટનો આઈપીઓ રેકોર્ડ બિઝનેસ કરી રહ્યો છે. આરબીઆઈએ કહ્યું છે કે દેશના સોનાના ભંડારમાં 100 ટનનો વધારો થયો છે, જ્યારે ભારતમાં બનેલા આઈફોનની નિકાસમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. વોકલ ફોલ લોકલની ભારતીય બજારમાં ઘણી સારી અસર જોવા મળી રહી છે.
દિવાળી પર બજારમાં ભારતીય ઉત્પાદનોની ઘણી ખરીદી થતી હોય છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના એક અંદાજીત અહેવાલ અનુસાર આ વર્ષે ધનતેરસ પર દેશભરમાં રિટેલ વેપાર આશરે 60,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ડેટા દર્શાવે છે કે સ્થાનિક ચીજવસ્તુઓમાં રસ વધી રહ્યો છે. એટલે કે વોકલ ફોર લોકલની અસર ઘણી જોવા મળી રહી છે. જાણકારોના મતે દિવાળીને લગતી ચાઈનીઝ પ્રોડકટના વેચાણમાં ઘટાડો થયો છે. ચીનને આ સિઝનમાં 1.25 ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. સ્થાનિક પેદાશોની વધતી જતી માગને પહોંચી વળવા માટે વેપારીઓ હવે આના પર વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ સ્થાનિક સ્તરે રાખવામાં આવેલા સોનાના ભંડારની માત્રામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બેન્ક ઓફ ઇંગ્લેન્ડની તિજોરીઓમાંથી દેશમાં 102 ટન સોનાની સલામત આયાતનું મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. 30 સપ્ટેમ્બર સુધી સોનાનું હોલ્ડિંગ માર્ચના અંતમાં 50 ટકાથી વધીને 60 ટકા થઈ ગયું છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આરબીઆઈ પાસે કુલ 855 ટન સોનું હતું. આ સિદ્ધિ વ્યૂહરચનામાં પરિવર્તનનો સંકેત આપે છે. સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધીમાં 214 ટન સોનું ઘરે પરત લાવવામાં આવ્યું છે.

આરબીઆઈના સોનાના ભંડારમાં વધારો

મે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે ભારતે યુકેમાંથી 100 ટન સોનું પાછું ખેંચી લીધું છે, જે 1990ના દાયકા પછીનું સૌથી મોટું સોનું સ્વદેશાગમન છે. ત્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસના કારણે સરકારે વિદેશી બેન્કોને સોનું ગીરવે મૂક્યું હતું. જો કે આજે ભારતનું લક્ષ્ય કટોકટીની પરિસ્થિતિમાં નાણાંનો લાભ ઉઠાવવાને બદલે સુરક્ષિત રાખવાનો છે.

વિદેશી હૂંડિયામણના ભંડારના સંચાલન અંગેના આરબીઆઈના અર્ધવાર્ષિક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે સ્થાનિક સોનાના હોલ્ડિંગમાં 100 ટનથી વધુનો વધારો થયો છે. તે માર્ચના અંતમાં ૪૦૮ મેટ્રિક ટનની સામે વધીને ૫૧૦.૪૬ મેટ્રિક ટન થઈ ગઈ છે. ગત નાણાકીય વર્ષના અંતે તેની પાસે 822.10 ટન સોનું હતું. જેમાંથી 324.01 ટન બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે હતી.

છેલ્લા પાંચ વર્ષમાં આરબીઆઈનો સોનાનો ભંડાર 618 ટનથી વધીને 854 ટન થયો છે. મૂલ્યની દ્રષ્ટિએ જોઈએ તો રિઝર્વમાં સોનાનું પ્રમાણ ચાલુ વર્ષના માર્ચમાં 8.15 ટકાથી વધીને સપ્ટેમ્બરના અંતે આશરે 9.32 ટકા થયું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ભારતમાં બનેલા આઇફોન્સ

ભારતમાં બનેલી વિદેશી કંપનીઓના મોબાઇલ ફોન વિશ્વમાં ધૂમ મચાવી રહ્યા છે. ભારતની મોબાઇલ નિકાસનું પરિદ્રશ્ય બદલાઈ ગયું છે. ભારતમાં બનેલા આઇફોનની નિકાસમાં લગભગ 30 ટકા વધારો થયો છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં એપલના ભારતમાં બનેલા આઇફોન 6 અબજ ડોલર સુધી પહોંચી ગયા છે. જે ગત વર્ષ કરતા 30 ટકા વધારે છે. આ ચીન પર નિર્ભરતા ઓછી કરવાનો સંકેત છે. એક અંદાજ મુજબ આ વર્ષના અંત સુધીમાં આ બિઝનેસ 10 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

એક રિપોર્ટ મુજબ ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપ, પેગાટ્રોન કોર્પ અને ટાટા ઈલેક્ટ્રોનિક્સ જેવી ત્રણ મોટી કંપનીઓ ભારતમાં બનેલા આઈફોનની નિકાસ ઘણા દેશોમાં કરી રહી છે. ફોક્સકોનનો ચેન્નાઈ પ્લાન્ટ આ મામલે અગ્રેસર છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે પણ ગયા વર્ષે વિસ્ટ્રોન કોર્પ પાસેથી તેની ફેક્ટરી હસ્તગત કર્યા પછી એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે તેના કર્ણાટક પ્લાન્ટમાંથી આઇફોનની નિકાસમાં લગભગ 1.7 અબજ ડોલરનું યોગદાન આપ્યું છે.

સપ્ટેમ્બરમાં ખર્ચ 1.76 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 1.42 ટ્રિલિયન રૂપિયા હતો, એમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા જણાવે છે. ઓગસ્ટ ૨૦૨૪ માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ ૧.૬૮ ટ્રિલિયન રૂપિયા હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી)ના શેરમાં હજુ વધારો થવાની શક્યતા છે. મોટાભાગના બ્રોકરેજે તમામ 4 એએમસી શેરો માટે નિયત ભાવમાં વધારો કર્યો છે. લિસ્ટેડ એએમસીમાં સૌથી મોટી એચડીએફસી એએમસીએ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 32 ટકા વધીને રૂ.577 કરોડ નોંધાવ્યો હતો. નિપ્પોન ઇન્ડિયા એએમસીનો નફો 47 ટકા વધ્યો . આદિત્ય બિરલા સન લાઇફ (એબીએસએલ) એએમસી અને યુટીઆઇ એએમસીના નફામાં અનુક્રમે 36 ટકા અને 31 ટકાનો વધારો નોંધાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર