મંગળવાર, જુલાઇ 1, 2025

ઈ-પેપર

મંગળવાર, જુલાઇ 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયએશિયા-પેસિફિક કોન્ફરન્સમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલરનું સંબોધન, ભારત-જર્મનીના સંબંધોમાં આવી વાત

એશિયા-પેસિફિક કોન્ફરન્સમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલરનું સંબોધન, ભારત-જર્મનીના સંબંધોમાં આવી વાત

Date 25-10-2024: વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝે જર્મન બિઝનેસની 18મી એશિયા પેસિફિક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની પ્રશંસા કરી હતી તો ઓલાફ શોલ્ઝે ભારતીય લોકશાહીની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન બિઝનેસ 2024 ની 18 મી એશિયા-પેસિફિક કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ ઇન્ડિયાની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી. “આ એક ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે મારો મિત્ર ઓલાફ શોલ્ઝ ચોથી વખત ભારતની મુલાકાતે છે. તેમણે કહ્યું હતું કે, જર્મન ચાન્સેલરની મુલાકાત ભારત અને જર્મનીનાં સંબંધો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

12 વર્ષ બાદ ભારત જર્મની બિઝનેસની એશિયા-પેસિફિક કોન્ફરન્સની યજમાની કરી રહ્યું છે. પીએમે કહ્યું કે, એક તરફ સીઈઓ ફોરમની બેઠક ચાલી રહી છે અને બીજી તરફ બંને દેશોની નૌસેના દાવપેચ કરી રહી છે, તે બતાવે છે કે ભારત અને જર્મનીના સંબંધો દરેક સ્તરે મજબૂત થઈ રહ્યા છે.

ભારત-જર્મનીની મજબૂત ભાગીદારી-મોદી

પીએમ મોદીએ કહ્યું કે, ભારત-જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારીનું આ 25મું વર્ષ છે અને હવે આવનારા 25 વર્ષમાં અમે આ ભાગીદારીને એક નવી ઉંચાઈ આપવા જઈ રહ્યા છીએ. ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા દરેક વળાંક અને મોરચે ગાઢ બની રહી છે, અમે આગામી 25 વર્ષોમાં વિકસિત ભારતનો એક રોડ મેપ બનાવ્યો છે, જે હેઠળ અમે વિશ્વના મજબૂત લોકશાહી સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે જર્મનીએ ભારત પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે અદભૂત છે. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વેપાર 30 અબજ ડોલરથી વધુની સપાટીએ પહોંચી ગયો છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને દર્શાવે છે.

ભારતનું વિશ્વનું સૌથી મોટું લોકતંત્રઃ ઓલાફ

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પણ આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે, આર્થિક સફળતા માટે સાચી અને સમાવેશી લોકશાહીની જરુર છે. આજે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીને મળી રહ્યા છીએ, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. વિશ્વના મુખ્ય અર્થતંત્રોમાં ભારત સૌથી ઝડપથી વિસ્તરતા પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રોમાંનું એક છે, જે વિશ્વના હાર્દમાં સૌથી વધુ ગતિશીલ પ્રદેશમાં સ્થિત દેશ છે – એશિયા પેસિફિક. આવી સ્થિતિમાં એશિયા-પેસિફિક કોન્ફરન્સ યોગ્ય સમયે યોગ્ય સ્થળે યોજાઇ રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર