G RAM G ને લઈ કોંગ્રેસ વિધાનસભાનો કરશે. મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવા કોંગ્રેસે માંગ કરી છે. 25 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ મનરેગા જાગૃતિ અને G RAM G નો વિરોધ કરતા કાર્યક્રમો કરશે. મનરેગા અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન કર્યું છે કે, વિશ્વમાં સૌથી વધુ રોજગાર આપનાર યોજના મનરેગા હતી. કોરોનામાં 70 લાખથી વધુ લોકોને 100 દિવસથી વધુની રોજગારી આપી છે. મનરેગાના કારણે 26 ટકા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 2014 બાદ ભાજપ સરકારે રોજગારી નથી આપી પરંતુ રોજગારીનો કાયદાકીય અધિકાર છીનવાયો છે. ગુજરાતના ગાંધીજીનું નામ યોજનામાંથી હટાવવામાં આવ્યું છે. ભાજપને ગાંધીજીના નામથી એલર્જી છે. ગાંધીજીના વિચારોને ખતમ કરવા માંગે છે. કોઈપણ રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો રોજગારનો અધિકાર છીનવાઈ જશે. ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં મનરેગા હેઠળ માત્ર 42 થી 46 દિવસ જ રોજગાર અપાયો હતો.
ગાંધીજીના નામથી એલર્જી ધરાવતુ ભાજપ, ગાંધી વિચાર ખતમ કરવા માંગે છે, કોંગ્રેસ વિધાનસભાનો કરશે ઘેરાવ


