શનિવાર, માર્ચ 14, 2026

ઈ-પેપર

શનિવાર, માર્ચ 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદ, ATPO ઓફિસમાં નાગરિક સાથે બોલાચાલીનો...

રાજકોટ ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદ, ATPO ઓફિસમાં નાગરિક સાથે બોલાચાલીનો વિડિયો વાયરલ

રાજકોટ મહાનગરપાલિકાના ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર 4 વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છતાં પણ યોગ્ય પગલા ન લેવાતા નાગરિકોમાં રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, આ મામલે ઈસ્ટ ઝોનના ATPO અને સંબંધિત ટીપી અધિકારીને અનેક વખત જાણ કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતો બાદ પણ ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ કાર્યવાહી ન થતાં એક જાગૃત નાગરિક ATPOની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ત્યાં અધિકારી સાથે તીખી બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન થયેલી ઉગ્ર ચર્ચાનો વિડિયો પણ કોઈક દ્વારા મોબાઇલમાં રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો. હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ બન્યો છે.
ઘટના બાદ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. રજૂઆતો છતાં કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે લોકોમાં ચર્ચા થઈ રહી છે. જોકે વાયરલ થયેલા વિડિયો અંગે તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર