વલસાડમાં 31 ડિસેમ્બરના નજીક રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે નવો કીમિયો અપનાવવામાં આવ્યો હતો. ફેસવોશની પેકિંગમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. નેશનલ હાઈવે 48 પર અતુલ નજીકથી 2.89 લાખના દારૂ સાથે એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ 6.09 લાખના દારૂ સાથે એક આરોપીને ધરપકડ કરવામાં આવી હતી. દારૂ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
ઇન્ડિગોનું સંકટ ઓછું થવાના કોઈ સંકેત દેખાતા નથી. ફ્લાઇટ્સ રદ કરવાનો સિલસિલો સતત સાતમા દિવસે પણ ચાલુ છે. આજે હૈદરાબાદ એરપોર્ટથી ઉપડવાની લગભગ 54 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આજે વિવિધ એરપોર્ટ પરથી 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.


