બુધવાર, ફેબ્રુવારી 5, 2025

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઅફઘાનિસ્તાનમાં અલ-કાયદા ફરી સક્રિય, ટીટીપી સાથે શરૂ કર્યો ટ્રેનિંગ કેમ્પ

અફઘાનિસ્તાનમાં અલ-કાયદા ફરી સક્રિય, ટીટીપી સાથે શરૂ કર્યો ટ્રેનિંગ કેમ્પ

યુનાઇટેડ નેશન્સ એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેંક્શન્સ મોનિટરિંગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અલ-કાયદાએ અફઘાનિસ્તાનમાં ફરીથી ફેલાવાનું શરૂ કરી દીધું છે. અલકાયદાએ દેશના અલગ અલગ પ્રાંતોમાં લગભગ 10 ટ્રેનિંગ કેમ્પ ખોલ્યા છે.

અફગાનિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદ ફેલાવા લાગ્યો છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદ, આતંકવાદી જૂથો પર ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હતી અને ઘણા જૂથોને તાલિબાન લડવૈયાઓ દ્વારા કાં તો આત્મસમર્પણ કરવામાં આવ્યું હતું અથવા અફઘાનિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે પાકિસ્તાન આરોપ લગાવી રહ્યું છે કે તાલિબાનના આવ્યા બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને નવું જીવન મળ્યું છે.

તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનાં એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેંક્શન્સ મોનિટરિંગનાં રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અલકાયદાએ અફઘાનિસ્તાનમાં ફરી ફેલાવાનું શરૂ કરી દીધું છે. અલ-કાયદાએ ટીટીપીના સહયોગથી અફઘાનિસ્તાનમાં તેની કામગીરીનો વિસ્તાર કર્યો છે, એમ અહેવાલમાં જણાવાયું હતું. તેણે અફઘાનિસ્તાન અને ઇરાન વચ્ચે તેના સભ્યોની અવરજવરને સરળ બનાવવા માટે દસ નવા તાલીમ શિબિરો, પાંચ મદરેસાઓ, એક શસ્ત્રોનો ભંડાર અને કેટલાક સલામત સ્થળો પણ ખોલ્યા હતા.

નવા તાલીમ શિબિરો ક્યાં છે?

નવા તાલીમ શિબિરો અફઘાનિસ્તાનના ગઝની, લગમાન, પરવાન અને ઉરુઝગાન પ્રાંતમાં સ્થિત છે, જોકે આમાંના કેટલાક શિબિરો અસ્થાયી હોઈ શકે છે. અલ-કાયદા દ્વારા સંચાલિત શિબિરોની કુલ સંખ્યા દસ હોવાનું કહેવાય છે, જે અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાંથી 10માં ફેલાયેલા છે. અગાઉના અહેવાલો દર્શાવે છે કે આ શિબિરો હેલમંડ, ઝાબુલ, નાંગરહાર, નુરિસ્તાન, બડગીસ અને કુનારમાં પણ કાર્યરત છે.

અલ-મસરીની દેખરેખ હેઠળ કેમ્પો

અલ-કાયદાના નેતા હકીમ અલ-મસરી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) લડવૈયાઓ માટે આત્મઘાતી બોમ્બરની તાલીમ સહિતની તાલીમ કામગીરીની દેખરેખ રાખી રહ્યા હોવાના અહેવાલ છે. 20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધ બાદ અફઘાનિસ્તાનના લોકોને શાંતિ જોવા મળી, આ રિપોર્ટ બાદ લાગે છે કે આ શાંતિ લાંબો સમય નહીં ટકે. કારણ કે એક તરફ પાકિસ્તાન સરહદ પર તણાવ છે અને આતંકવાદી સંગઠનોએ દેશની અંદર પગપેસારો કરવાનું શરૂ કરી દીધું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર