બુધવાર, ડિસેમ્બર 17, 2025

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 17, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઉદયપુર–પિંડવાડા નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ચારના મોત અને અનેક ઘાયલ

ઉદયપુર–પિંડવાડા નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ચારના મોત અને અનેક ઘાયલ

ઉદયપુર–પિંડવાડા નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના પિંડવાડા વિસ્તારમાં રવિવારે સાંજે અનેક વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ચારથી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ માર્ગ નિર્માણ માટે બ્લોક લઈ જઈ રહેલો એક ટ્રેલર અચાનક બેકાબૂ બની પલટી ગયો હતો. ત્યારબાદ પાછળથી આવી રહેલા ટેન્કરે ટ્રેલરને જોરદાર ટક્કર મારી હતી. આ અથડામણની અસરથી એક પછી એક ત્રણ મુસાફરી વાહનો તથા અન્ય વાહનો અકસ્માતમાં સામેલ થઈ ગયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે કારો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને કેટલાક લોકો વાહનમાં ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવા કટરનો સહારો લેવાયો હતો.

ઘટનાની જાણ થતાં ગોતરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી તેમજ લાંબા સમયથી જામ થયેલા ટ્રાફિકને ખોલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોની ઓળખ પ્રક્રિયા શરૂ કરી છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરાઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર