કેટેગરી 4માં આવતું પ્રચંડ વાવાઝોડું હરિકેન હેલિન અમેરિકામાં ફ્લોરિડાના કિનારા પર પહોંચ્યું, અનેક વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર : એકનું મોત : 215 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા : 1200થી વધુ ફ્લાઈટ કેન્સલ : 10 લાખથી વધુ ઘરોમાં વીજળી ગૂલ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : અમેરિકામાં ત્રાટકનાર હરિકેન હેલિન ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણ-પૂર્વ અમેરિકાના ઘણા વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં ફ્લોરિડાના કિનારા પર પ્રચંડ વાવાઝોડું હેલિન આખરે આવી પહોંચ્યું છે અને તે મોટા પાયે વિનાશ ફેલાવીને જશે તેવો ભય છે. કારણ કે ફ્લોરિડામાં તેના કારણે એક વ્યક્તિનું મોત પણ થઈ ચૂક્યું છે. અમેરિકાને એક પછી એક ચક્રવાતી વાવાઝોડામાંથી જાણે કોઈ રાહત મળતી ન હોય તેવી સ્થિતિ છે. છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ છે જેમાં આ વખતે હરિકેન હેલિન આવી પહોંચ્યું છે. વાવાઝોડાની અસરના કારણે એર ટ્રાફિકને ભારે અસર થઈ છે અને અમેરિકાની એરલાઈન્સે લગભગ 1200 કરતા વધારે ફ્લાઈટ કેન્સલ કરવી પડી છે. હેલિને અમેરિકાના કોસ્ટલ એરિયાને ટચ કર્યું તે અગાઉ જ કેટલાય વિસ્તારોમાં લાઈટ જતી રહી છે. લગભગ 10 લાખથી વધારે લોકોને ત્યાં પાવર સપ્લાય ખોરવાઈ ગયો છે. શુક્રવારે સવારે પવનની ઝડપ 140 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી જે હવે 215 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.
દરમિયાન નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન આગાહી કરે છે કે એટલાન્ટિક વાવાઝોડા આ વર્ષે રેકોર્ડ-ગરમ સમુદ્રના તાપમાનને કારણે સરેરાશ કરતા વધારે રહેશે. હેલેન વર્ષોમાં આ પ્રદેશમાં ત્રાટકનાર સૌથી મોટા વાવાઝોડાઓમાંનું એક હોવાની આગાહી કરવામાં આવી છે. હરિકેન હેલિનની મોટાભાગની શક્તિ મેક્સિકોના અખાતના પાણીમાંથી બની હતી, જે પહોંચી ચૂક્યું છે. યુએસ નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, આ તોફાનને કારણે 215 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડું હાલમાં ટેમ્પાથી લગભગ 195 કિલોમીટર પશ્ર્ચિમમાં સ્થિત છે. વાવાઝોડાએ ફ્લોરિડામાં 250,000 થી વધુ ઘરો અને વ્યવસાયોને પહેલેથી જ પાવર આઉટ કરી દીધા છે. હવે ફ્લોરિડાના બિગ બેન્ડ વિસ્તારમાં આના કારણે ભારે નુકસાન થવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન 6 મીટર સુધીના મોજા ઉછળી શકે છે. હરિકેન હેલિન એ કેટેગરી 4માં આવતું વાવાઝોડું છે જેની તાકાત સતત વધતી જાય છે અને તેણે ફ્લોરિડામાં આગમન કરી દીધું છે. પહેલાં તેની કેટેગરી 3 હતી જે પછી વધારીને ચાર કરવામાં આવી છે. પરિણામે જોરદાર વરસાદ પડી રહ્યો છે. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ્સના અંદાજ પ્રમાણે લગભગ 1218 ફ્લાઈટ કેન્સલ થઈ છે અને 4100થી વધારે ફ્લાઈટને ડિલે કરવામાં આવી છે. સાઉથવેસ્ટ એરલાઈન્સે લગભગ 200 કરતા વધારે ફ્લાઈટને કેન્સલ કરી છે અને બીજી કોઈ પણ એરલાઈન કરતા સાઉથવેસ્ટે વધુ ફ્લાઈટને રદ કરવી પડી છે. ત્યાર પછી અમેરિકન એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સે વધારે ફ્લાઈટને કેન્સલ કરવી પડી છે. રોઈટર્સના અહેવાલ પ્રમાણે હેલિને અમેરિકાના કોસ્ટલ એરિયાને ટચ કર્યું તે અગાઉ જ કેટલાય વિસ્તારોમાં લાઈટ જતી રહી છે અને લગભગ 10 લાખથી વધારે લોકોને ત્યાં પાવર સપ્લાય ખોરવાઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે સવારે પવનની ઝડપ 140 માઈલ પ્રતિ કલાક એટલે કે 225 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. તેના કારણે દરિયા કિનારે પાણીની સપાટી લગભગ 20 ફૂટ જેટલી વધી જશે અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના છે. અમેરિકામાં સાઈક્લોન અને હરિકેનનો રેકોર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યાર પછી હેલિન એ 14માં નંબરનું સૌથી શક્તિશાળી તોફાન છે અને ફ્લોરિડાના દરિયાકિનારે ત્રાટક્યું હોય તેવું સાતમાં ક્રમે સૌથી શક્તિશાળી વાવાઝોડું છે તેમ ડેટા દર્શાવે છે.