આજે જે શેરોમાં એક્શન જોવા મળી શકે છે તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી લઈને અનિલ અંબાણીની રિલાયન્સ પાવર, ટાટા મોટર્સ અને અદાણી સહિતની કંપનીઓના શેર સામેલ છે.
જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા કામના સાબિત થઇ શકે છે. ખરેખર, શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓને લઈને મોટા-મોટા અપડેટ આવ્યા છે. સોમવારે જ્યારે બજાર ખુલશે તો આ કંપનીઓના શેરમાં એક્શન જોવા મળી શકે છે.
આજે જે શેરોમાં એક્શન જોવા મળી શકે છે તેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી લઈને અનિલ અંબાણીની રિલાયન્સ પાવર, ટાટા મોટર્સ અને અદાણી સહિતની કંપનીઓના શેર સામેલ છે.
આ સ્ટૉક્સમાં જોવા મળશે એક્શન
- બાયોકોન: કંપનીએ જણાવ્યું હતું કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસ એફડીએ) એ બેંગલુરુમાં તેના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ (એપીઆઇ) પ્લાન્ટનું સર્વેલન્સ નિરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. યુએસ એફડીએ દ્વારા 23 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર, 2024 ની વચ્ચે હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ બાદ ચાર વાંધા જારી કરવામાં આવ્યા છે. શુક્રવારે કંપનીના શેર ૦.૭૮ ટકાના ઘટાડા સાથે ૩૬૯.૯૫ રૂપિયા પર બંધ થયા છે.
- લ્યુપિન: યુએસ એફડીએએ મધ્યપ્રદેશના લ્યુપિનના પીથમપુર પ્લાન્ટ પર 3 વાંધા જાહેર કર્યા છે. કંપનીના પ્લાન્ટની તપાસ 16 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં યુનિટ-1 એપીઆઇ અને ફિનિશ્ડ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે.
- અદાણી એન્ટરપ્રાઇઝિસઃ અદાણી ગ્રૂપની કંપનીએ માહિતી આપી છે કે તેની સબ્સિડિયરીના જોઇન્ટ વેન્ચર (જેવી) યુનિટ એપ્રિલ મૂન રિટેલે કોકોકાર્ટ વેન્ચર્સમાં 74 ટકા હિસ્સો રૂ.200 કરોડમાં ખરીદ્યો છે. કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની સંયુક્ત સાહસ કંપની એપ્રિલ મૂન રિટેલ પ્રાઇવેટ લિમિટેડે, સીવીપીએલમાં શેરના સંપાદન માટે કોકોકાર્ટ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને સીવીપીએલના હાલના શેરહોલ્ડરો કરણ આહુજા અને અર્જુન આહુજા સાથે 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ શેર પરચેઝ એગ્રીમેન્ટ, જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અને શેર સબ્સ્ક્રિપ્શન કરાર કર્યો છે.” શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 0.48 ટકાના વધારા સાથે 3,137.65 રૂપિયા પર બંધ થયો હતો.
- ટાટા મોટર્સઃ ટાટા મોટર્સે તમિલનાડુમાં પોતાની નવી વાહન ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કર્યો. ટાટા મોટર્સ ગ્રુપ આ ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં 9,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની નવા પ્લાન્ટમાં ટાટા મોટર્સ અને જેએલઆર બંનેના નેક્સ્ટ જનરેશન વ્હીકલનું ઉત્પાદન કરશે.
- ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડે શુક્રવારે (27 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે તેણે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ એસએ, સ્વિટ્ઝર્લેન્ડ (ડીઆરએલ એસએ) માં 620 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ રોકાણ 500 મિલિયન પાઉન્ડ (640 મિલિયન ડોલર) સુધીના રોકાણને આધારે કરવામાં આવ્યું છે, જેને કંપનીના બોર્ડ દ્વારા નિકોટિનલ બ્રાન્ડ અને હેલિયન ગ્રૂપ પાસેથી સંબંધિત અસ્કયામતો હસ્તગત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
- આઈડીએફસી ફર્સ્ટ બેન્ક: બેંકે જણાવ્યું કે આઈડીએફસી લિમિટેડ સાથે તેનું મર્જર પૂર્ણ થઈ ગયું છે. બેંકે પુષ્ટિ આપી છે કે તેને તમામ જરૂરી શેરહોલ્ડર અને નિયમનકારી મંજૂરીઓ મળી ગઈ છે. આ મર્જર 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે.
- બીઈએલઃ ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે કહ્યું કે, સરકારે કંપની અને ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસને મંજૂરી આપી દીધી છે. આ સંયુક્ત સાહસ ભારતમાં ઉપયોગમાં લેવાતી મધ્યમ-રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમના ઉત્પાદન સમર્થન માટે છે.
- અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (એઇએસએલ)એ શુક્રવારે (27 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે એઇએસએલની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇ લિમિટેડ (એઇએમએલ)એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની નોર્થ મહારાષ્ટ્ર પાવર લિમિટેડ (એનએમપીએલ) સાથે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ (બીટીએ) અમલમાં મૂક્યો છે. કંપનીના શેર શુક્રવારે 2.38 ટકાના ઘટાડા સાથે 1012 રૂપિયા પર બંધ થયા છે.
- ઝોમેટોઃ ફૂડ ડિલિવરી કંપનીમાં 13 વર્ષના લાંબા કાર્યકાળ બાદ કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ પીપલ ઓફિસર આકૃતિ ચોપરાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ 27 સપ્ટેમ્બરે સ્ટોક એક્સચેન્જ પર આ માહિતી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીના પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) પહેલા આકૃતિ ચોપડાને 2021 માં સહ-સ્થાપકના પદ પર બઢતી આપવામાં આવી હતી. શુક્રવારે કંપનીનો શેર 2.08 ટકાના ઘટાડા સાથે 278 રૂપિયા પર બંધ થયો હતો.
- રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: દામોદર વેલી કોર્પોરેશન (ડીવીસી) વિરુદ્ધ 780 કરોડ રૂપિયાના આર્બિટ્રેશન એવોર્ડને યથાવત રાખતા કલકત્તા હાઇકોર્ટે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે ડીવીસીની અપીલને ફગાવી દીધી હતી અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પૂરી પાડવામાં આવતી ૬૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
- આરઆઇએલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શનિવારે 28 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક રિલાયન્સ-ડિઝની સાહસના ભાગરૂપે સ્ટાર ઇન્ડિયાને વાયકોમ18ની માલિકીની નોન-ન્યૂઝ અને કરન્ટ અફેર્સ ટીવી ચેનલોને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે.
- LIC: શુક્રવારે શેર બજારમાં મોકલવામાં આવેલી જાણકારીમાં એલઆઈસીએ કહ્યું કે, તેણે ઓપન માર્કેટમાં વેચાણ દ્વારા મહાનગર ગેસમાં પોતાની ભાગીદારીમાં 2 ટકાનો ઘટાડો કર્યો છે. કોર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે તેણે મહાનગર ગેસના લગભગ 21 લાખ શેર વેચ્યા છે.
ડિસ્ક્લેમર: અહીં અમે તમને સ્ટોક્સ વિશેની માહિતી આપી છે. શેરબજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધિન છે. કોઈ પણ સ્ટૉકમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારનો અભિપ્રાય જરૂરથી લઈ લો.