રવિવાર, ઓક્ટોબર 13, 2024

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 13, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટજૈનમ નવરાત્રી મહોત્સવમાં સંગીતકાર પંકજભાઇ ભટ્ટ તથા અન્ય ગાયક કલાકારોના સથવારે ખેલૈયાઓ...

જૈનમ નવરાત્રી મહોત્સવમાં સંગીતકાર પંકજભાઇ ભટ્ટ તથા અન્ય ગાયક કલાકારોના સથવારે ખેલૈયાઓ ઝુમી ઉઠશે

ફ્યુઝન ગરબા, ફાયર ડ્રમ, આફ્રીકન નગારા, રોલીંગ પીપ જેવા નજરાણા જોવા મળશે : દુહા-છંદ-હાલરડાને નવું સ્વરૂપ આપી પ્રસ્તુ કરાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલી ગાયક કલાકારોની ટીમ

(આઝાદ સંદેશ),રાજકોટ: વિશ્ર્વભરમાં નવરાત્રીના નવેય દિવસ માત્ર જૈનો માટે યોજાતા એકમાત્ર મહોત્સવનો શ્રેય જૈનમ પરિવારને ફાળે જાય છે અને તેમાંય સળંગ સાતમા વર્ષે યોજાવા જઇ રહેલા જૈનમ કામદાર નવરાત્રી મહોત્સવ 2024માં આ વર્ષે દર વર્ષની માફક કોઇ નોખું કંઇક અનોખું, વિશેેષથી સવિશેષ, સુપરથી પણ ઉપર એવું ઉત્કૃષ્ટ આયોજન થવા જઇ રહ્યું છે. એક લાખ વોટની હાઇફાઇ સાઉન્ડ સીસ્ટમ, વિશ્ર્વ પ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટના નેતૃત્વમાં એમની સાજીંદાઓની ટીમ, એક થી એક ચડીયાતા ગીતોના સથવારે ખેલૈયાઓને રમવા મજબુર કરી દે એવા ગાયક કલાકારો, અધતન લાઇટીંગ એરેન્જમેન્ટ, ત્રણ લાખ સ્ક્ે.ફુટનું વિશાળ ગ્રાઉન્ડ, ખેલૈયાઓ માટે કારપેટીંગથી સજ્જ પ્લે ગ્રાઉન્ડના સથવારે આ વર્ષે જૈનમમાં પણ નવરાત્રીનું ધુમ મચવાની છે. હાઇફાઇ સાઉન્ડ સીસ્ટમ, બહેતરીન લાઇટીંગ વ્યવસ્થાથી ઝળહળતું કારપેટથી સજ્જ ગ્રાઉન્ડ સાથે વિશ્ર્વ વિખ્યાત સંગીતકાર પંકજભાઇ ભટ્ટના સાજીંદાઓની ટીમ કે જે વિવિધ વાધ ઉપર સંગીતની મહેફીલ માંડશે. ગાયક કલાકારો દ્વારા સંગીતના સથવારે પ્રાચીન-અર્વાચીન, હિન્દી-ગુજરાતી, ભાતીતગળ ગીતો, હાલરડા, દુહા છંદના વિશેષ સમન્વય દ્વારા ખેલૈયાઓને જોમ ચડે તેવું ઉત્સાહભર ગીત-સંગીત પ્રસ્તુત કરશે. આ વર્ષે ગાયક કલાકારોમાં દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલા ગાયક કલાકારો સીંગર અનીલ વાકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબઇ), ફ્યુઝન સીંગર પ્રદીપ ઠક્કર (રાજકોટ), પીન્કી પટેલ (અમદાવાદ), ફ્યુઝન સીંગર નમ્રતા ગોસલીયા (રાજકોટ)ના કંઠે આ વર્ષે પણ ખેલૈયાઓ સંગીતના તાલે ડોલવા મજબુર બનશે. એન્કર તરીકે કૃશાલી લાખાણી પણ પોતાની કલાના કામણ પાથરશે.
આ ઉપરાંત યુવાનોને પસંદ પડે તેવા ઇલેક્ટ્રીક ફાઇન ડીજેને સથવારે યુવાધન ઝુમી ઉઠશે. રોજ રોજ અવનવા દેશભક્તિના ગીતોથી રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવશે. સમગ્ર મેદાનમાં તિરંગા છવાઇ જશે અને લોકો માં જગદંબાની આરાધના સાથે માં ભારતીની આરાધનામાં પણ લીન થઇ જશે. સ્ટેજ ઉપરથી રાસ ગરબા ઉપરાંત ફ્યુઝન ગરબા, ફાયર ડ્રમ, આફ્રીકન નગારા, રોલીંગ પીપ જેવા નવીનતમ નજરાણા સમી પ્રસ્તુતી પણ કરવામાં આવશે. ત્રીજા નોરતે લેઝર શો વીથ ડીજે કે જેમાં નીયોન થીમ ઉપર ખેલૈયાઓ અવનવા ફ્રી સ્ટાઇલ સ્ટેપ્સ દ્વારા આનંદ કરશે. છઠ્ઠા નોરતે ફ્યુઝન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આઠમા નોરતે ડીજે વોરમાં ડીજે સંગીતનું યુદ્ધ છેડાશે.
સંગીતકાર પંકજભાઇ ભટ્ટ: ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટને 15થી વધુ પણ સુપ્રસિદ્ધ એવોર્ડથી નવાઝવામાં આવેલ છે. છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સંગીતમાં પોતાની પ્રતિભાથી એક નવી ઉંચાઇ પ્રાપ્ત કરનાર પંકજભાઇ ભટ્ટે 8000થી વધુ મ્યુઝીક આલ્બમ, 150થી પણ વધારે ગુજરાતી ફિલ્મ અને 10થી વધારે હિન્દી ફિલ્મમાં પોતાનું મ્યુઝીક આપેલ છે. તેઓએ ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં અંદાજે 50000થી પણ વધારે ગીત કંપોઝ કરેલ.
સીંગર-અનીલ વાંકાણી:- જેઓ મુળ ભાવનગર શહેરના વતની છે પરંતુ પોતાની આગવી ગાયીકી અને ફોક ટચમાં બેનમુન ગાયનથી સમગ્ર ગુજરાત ઉપરાંત મુંબઇ સુધી ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. આ વખતે પણ તેઓ ફોક સીંગીંગમાં કંઇક નવીનતા સાથે અવનવા ગીતો લલકારી યુવાનોને ઘેલુ લગાડશે.
સીંગર-આદેશ શાહ (મુંબઇ):- મુંબઇ નિવાસી આદેશ શાહ નવરાત્રી મહોત્સવમાં મહારાષ્ટ્રનો ખુબ જ જાણીતો ચહેરો છે. પોતે સ્ટેજ શોમાં લાઇવ પરફોમન્સ માટે ખુબ જ જાણીતા છે. આજે તેઓ યુવા વર્ગની પહેલી પસંદ બની ચુકેલ છે.
સીંગર-પ્રદીપ ઠક્કર:- છેલ્લા 24 વર્ષથી ગાયીકી ક્ષેત્રે કાર્યરત છે. તેઓ ખાસ કરીને રાસ-ગરબા, લગ્નગીત, હિન્દી ફિલ્મ જગતના નવા જુના ગીતો આ ઉપરાંત ગુજરાતી ગીતો અને ભક્તિગીતોનો બહોળો અનુભવ ધરાવે છે. મુકેશજી ઓપન ગુજરાત સીંગીંગ કોમ્પીટીશનમાં કુલ 156 સ્પર્ધકોમાંથી તેઓે પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. પ્રદીપ ઠક્કરએ જાણીતા લોકગાયકો સાથે અનેક કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં આપી ચુકેલ છે.
સીંગર-પીન્કી પટેલ (અમદાવાદ):- એક મલ્ટી વોઇસ પરફોર્મર તરીકે જાણીતા છે. 2004થી જ તેઓ એક જાણીતા સીંગર તરીકે ખ્યાતી પ્રાપ્ત કરેલ છે. ધણા મ્યુઝીકલ શો, કોન્સર્ટ તેમજ નવરાત્રી મહોત્સવમાં પરફોર્મ કરી ચુકેલ છે. એફએમ રેડીયોમાં ઇન્ટરવ્યુ થકી તેઓએ પોતાની આગવી ભુમીકા ભજવી છે.
સીંગર-નમ્રતા ગોસલીયા:-હાલ રાજકોટમાં વસવાટ કરતા વર્સેટાઇલ સીંગર એવા નમ્રતા ગોસલીયા ખુબ સુંદર અવાજના માલીક છે. વોકલ, એમપીએ, એમએ જેવી વોકલમાં ડીગ્રી ધરાવતા ગાયક કલાકાર અને કરાઓકે સ્પર્ધામાં વિજેતા બની ચુકેલ છે. સુગમ સંગીતની સ્ટેટ લેવલની અનેક સ્પર્ધામાં તેઓ વિજેતા બની ચુક્યા છે. આજની આ જૈનમ કામદાર મહોત્સવ 2024ની ઉપરોક્ત માહિતી આપવા માટે આઝાદ સંદેશની મુલાકાતમાં સંગીતકાર પંકજભાઇ ભટ્ટ, જય ત્રિવેદી, ગાયક કલાકાર સર્વ અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબઇ), ફ્યુઝન સીંગર પ્રદીપ ઠક્કર (રાજકોટ), પીન્કી પટેલ (અમદાવાદ), ફ્યુઝન સીંગર નમ્રતા ગોસલીયા (રાજકોટ), એન્કર કૃષાલી લાખાણી સાથે મુકેશભાઇ દોશી (મોર્ડન), જુગલભાઇ દોશી, જીગરભાઇ પારેખ, કૌશીકભાઇ કોઠારી, જીતુભાઇ લાખાણી વગેરે જોડાયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર