ગુરુવાર, મે 7, 2026

ઈ-પેપર

ગુરુવાર, મે 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયજસદણમાં 54 લાખનો ગાંજો ઝડપાયો, ટ્રક સાથે ત્રણ શખ્સોની ધરપકડ

જસદણમાં 54 લાખનો ગાંજો ઝડપાયો, ટ્રક સાથે ત્રણ શખ્સોની ધરપકડ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પોલીસે નશીલા પદાર્થોના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જસદણના શિવરાજપુર ગામથી ઘેલા સોમનાથ જવાના માર્ગ પર પોલીસે બાતમીના આધારે એક ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી અંદાજે 54 લાખ રૂપિયાની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રકમાં સવાર ત્રણ શખ્સોની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ગાંજાનો જથ્થો અન્ય જિલ્લામાં પહોંચાડવાની તૈયારીમાં હતા. પોલીસે ટ્રક, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ અગાઉ પણ આવા ગુનામાં સંડોવાયેલા છે કે નહીં અને ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની પણ વાત કરી છે.


રાજકોટમાં ઉનાળાની ગરમી વચ્ચે પાણીના ટેન્કરોની માંગ વધી, અનેક વિસ્તારોમાં પાણીની અછત

રાજકોટ શહેરમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પાણીની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાતા હવે લોકો ટેન્કર મારફતે પાણી મંગાવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને શહેરની સોસાયટીઓ, એપાર્ટમેન્ટ વિસ્તારો અને પાણીની ઓછી સપ્લાય ધરાવતા વિસ્તારોમાં પાણીના ટેન્કરો દિવસભર દોડતા જોવા મળી રહ્યા છે.

ગરમીના કારણે પાણીનો વપરાશ વધી જતા નગરપાલિકાની સપ્લાય પૂરતી ન પડતા ખાનગી ટેન્કર સંચાલકોને ભારે પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં લોકો કલાકો સુધી પાણી માટે રાહ જોતા હોવાની સ્થિતિ પણ સામે આવી રહી છે. બીજી તરફ ટેન્કર દ્વારા પાણી સપ્લાયના ખર્ચમાં પણ વધારો થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. શહેરમાં પાણીની સમસ્યા વધુ ન વધે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે ચર્ચા શરૂ કરવામાં આવી છે. ઉનાળાની તીવ્રતા વધતા આગામી દિવસોમાં પાણીની માંગમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર