ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ઓપરેશન સિંદૂરનો ફોટો પોસ્ટ કર્યો.
અમદાવાદ: દસ દિવસ સુધી મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ
Ahmedabad શહેરમાં આગામી દસ દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં પાણી કાપ અને પાણીના વિતરણમાં અસર જોવા મળશે. નર્મદા કેનાલની લાઈનમાં સમારકામની કામગીરી હાથ ધરાતા કેનાલથી Kotarpur Water Works સુધી પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો થશે. જેના કારણે પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થવાની શક્યતા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બોરવેલ મારફતે પાણીનું વિતરણ કરવા સૂચના આપવામાં આવી છે, તેમજ નાગરિકોને પાણીનો સાવચેત ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદઃ જશોદાનગરમાંથી હથિયાર સાથે ઝડપાયો શખ્સ
અમદાવાદના Jashodanagar વિસ્તારમાંથી એલસીબીએ હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરતાં આરોપી પાસેથી એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપી હથિયાર લઈને ક્યાં જતો હતો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. સમગ્ર મામલે આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને હથિયાર ક્યાંથી મેળવાયું તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
વડોદરાઃ બાળક પર વાનરનો જીવલેણ હુમલો
Sayaji Baug Zooમાં એક બાળક પર વાનરે જીવલેણ હુમલો કરતા હાહાકાર મચી ગયો હતો. સુરતથી ફરવા આવેલા પરિવારનો બાળક આ હુમલાનો ભોગ બન્યો હતો. મળતી માહિતી મુજબ વાનરે બાળક અને તેની માતા પર અચાનક હુમલો કર્યો હતો, જેમાં બાળકને ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે ઝૂમાં સહેલાણીઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે ઝૂ તંત્ર અને વન વિભાગ હરકતમાં આવ્યા છે અને વાનરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.


