રવિવાર, ડિસેમ્બર 7, 2025

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 7, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયખેડૂતોને PM મોદીની ‘દિવાળી ભેટ’ ! 42,000 કરોડની સ્કીમનો ખેડૂતોને સીધો લાભ

ખેડૂતોને PM મોદીની ‘દિવાળી ભેટ’ ! 42,000 કરોડની સ્કીમનો ખેડૂતોને સીધો લાભ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 11 ઓક્ટોબર 2025ના રોજ, દેશના કરોડો ખેડૂતોને દિવાળી પહેલાં મોટી ભેટ riઆપવા જઈ રહ્યા છે. તેઓ કુલ ₹42,000 કરોડની નવી કૃષિ યોજનાઓનો પ્રારંભ કરશે, જેનાથી ખેડૂતોને સીધો આર્થિક લાભ મળશે.

આ પ્રસંગે કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી બે મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરશે — ‘પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના’ અને ‘કઠોળ માટે આત્મનિર્ભરતા મિશન’.

આ યોજનાઓનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવો, પાક ઉત્પાદન ક્ષમતા વધારવી અને દેશને કઠોળના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે. નવી પહેલ હેઠળ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી, ગુણવત્તાસભર બીજ, અને નાણાકીય સહાય મળશે, જેનાથી તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવી સ્થિતિમાં આવશે.

સરકાર આશા વ્યક્ત કરી રહી છે કે આ યોજનાઓથી ગ્રામ્ય અર્થતંત્રને નવો બળ મળશે અને ખેડૂતોના જીવનસ્તરમાં મહત્વપૂર્ણ સુધારો થશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર