મોરબીના લાલપર ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયતમોરબીના લાલપર ગામ સામે શ્રી હરી ચેમ્બર પાસેથી મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે રેઈડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી છે.મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના લાલપર ગામ સામે શ્રી હરી ચેમ્બર પાસે મયુરભાઇ વીરજીભાઇ ડાંગરોણીયા નામનો શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી મયુરભાઇ વીરજીભાઇ ડાંગરોણીયા નામના શખ્સની ભારતીય પરપ્રાંત બનાવટની અલગ અલગ બ્રાન્ડની ૦૫ બોટલના રૂ.૭૫૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના લાલપર ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત
