શુક્રવારે સવારે કરવામાં આવેલા હુમલામાં ઇઝરાયલે 6 ઇરાની વૈજ્ઞાનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. અહેવાલ મુજબ, 2007 થી 13 ઇરાની વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. તેમાં અગ્રણી નામોમાં આર્દેશિર, માજિદ શહરયારી, એફ અબ્બાસી, મુસ્તફા રોશન અને ફખરીઝાદેહનો સમાવેશ થાય છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમની કરોડરજ્જુ ગણાતા વૈજ્ઞાનિકોને ઈઝરાયલી હુમલાઓમાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 2007 થી ઓછામાં ઓછા 13 ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે.
તેમાંથી કેટલાક બોમ્બ વિસ્ફોટોથી ઉડાવી દેવામાં આવ્યા હતા, કેટલાક ગોળીઓથી માર્યા ગયા હતા, અને એકનું મોત શંકાસ્પદ ગેસ લીકેજને કારણે થયું હતું. હવે તાજેતરના હુમલાઓમાં, ઇઝરાયલે ફરી એકવાર પોતાનો સંદેશ સ્પષ્ટ કર્યો છે કે તે તેહરાનના પરમાણુ ઇરાદાઓને કોઈપણ કિંમતે રોકવા માંગે છે.