દિવાળી 2025 માટે ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમો
હવે રાજ્યમાં ફટાકડા ફોડવાની મંજૂરી માત્ર રાત્રે 8 થી 10 સુધી; લરી અને ચાઇનીઝ ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ, ફક્ત ગ્રીન ફટાકડાંની જ મંજૂરી
ગુજરાત સરકારે દિવાળી 2025 માટે ફટાકડાં ફોડવાના નવા નિયમો જાહેર કર્યા છે. હવે રાજ્યમાં ફટાકડાં ફોડવાની મંજૂરી માત્ર રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ મળશે. આ સમયગાળાની બહાર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સરકારના માર્ગદર્શક નિયમો મુજબ ભારે અવાજ કરનારા અને વધુ પ્રદૂષણ ફેલાવતાં ફટાકડાં જેમ કે લરી અને ચાઇનીઝ ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
સરકારે જણાવ્યું છે કે માત્ર “ગ્રીન ફટાકડાં”ના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવશે, જે ઓછું ધુમાડું અને પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. આ પગલાનો હેતુ પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવાનો અને લોકોના આરોગ્યની સુરક્ષા કરવાનો છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સરકારના આ નિયમોનું પાલન કરી જવાબદારીપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે દિવાળી ઉજવે.