બ્રેકિંગ ન્યૂઝ
મોરબીના જુના ઘૂટું રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કન્ટેનર કાર ઉપર પડી જતાં બનેલા અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા છે. અકસ્માતમાં મંજુબેન મનસુખભાઈ કુંઢીયા (ઉ.વ. 40) અને તેમના પતિ મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉ.વ. 45)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા અને જયાબેન નાથાભાઈ કુંઢીયાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હળવદ માઠા પ્રસંગે હાજરી આપી કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
યુક્રેનમાં ફસાયેલા મોરબી જિલ્લાના યુવાન મુદ્દે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર સાથે સતત સંવાદમાં રહીને ફસાયેલા યુવાનોને સલામત રીતે પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની માહિતી આપી હતી.
રાજકોટ માર્કેટયાર્ડમાં આજે જણસીઓની ભારે આવક જોવા મળી છે. ખાસ કરીને મગફળીની આવક રેકોર્ડબ્રેક નોંધાઈ છે, જેમાં 2.02 લાખ મણ મગફળીની આવક થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં નવયુગ સ્કૂલના એક બાળકનું સાસણમાં ડૂબી જવાથી દુઃખદ મોત થયું છે. આ ઘટનાને લઈને NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરવામાં આવી છે.


