પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર જોરદાર વિસ્ફોટ થયો છે. આ ભીષણ બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.
પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર જોરદાર વિસ્ફોટ થયો છે. આ ભીષણ બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. જાણકારી મુજબ મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે ક્વેટામાં બે બોમ્બ ફાટ્યા હતા. એક બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે બીજા બ્લાસ્ટમાં લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ કોણે કર્યો, કેમ, તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ધમકી મળી ત્યારે સ્ટેશન પર ખૂબ ભીડ હતી કારણ કે અહીં એક પેસેન્જર ટ્રેન જવાની હતી અને એક પેસેન્જર ટ્રેન આવવાની હતી.
બ્લાસ્ટ બાદ ક્વેટા રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી ગઇ હતી. ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આ એક ભારે બોમ્બ વિસ્ફોટ હતો. જાણકારી અનુસાર જફર એક્સપ્રેસ જ્યારે ભીંડી તરફ જઈ રહી હતી ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો.
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટના સમાચાર સામાન્ય છે
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટના અહેવાલો સામાન્ય છે. અહીં દરરોજ બોમ્બ બ્લાસ્ટ થાય છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પાકિસ્તાનના અશાંત ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર સુરક્ષાકર્મીઓના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત ખૈબર પખ્તૂનખ્વામાં એક સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે બાળકોના મોત થયા હતા.
આ સાથે જ થોડા દિવસ પહેલા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્કૂલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં પાંચ સ્કૂલના બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા. બાઇકમાં આઇઇડી લગાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ક્વેટાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી.