મંગળવાર, નવેમ્બર 12, 2024

ઈ-પેપર

મંગળવાર, નવેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeઅ-ન્યુઝ ફ્લેશભારતમાં વધી રહ્યું છે એપલનું સામ્રાજ્ય, સ્ટોર્સ અને ફેક્ટરીઓ ખોલ્યા બાદ કરશે...

ભારતમાં વધી રહ્યું છે એપલનું સામ્રાજ્ય, સ્ટોર્સ અને ફેક્ટરીઓ ખોલ્યા બાદ કરશે આ મોટું કામ

વિશ્વની સૌથી લોકપ્રિય સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ ઇન્ક., એટલે કે આઇફોન હાલમાં તેને ભારતમાં વેચે છે અને એસેમ્બલ કરે છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ તે ભારતમાં જ બીજું મોટું કામ કરવા જઇ રહ્યું છે. વાંચો આ સમાચાર…

આઇફોન બનાવતી કંપની એપલ હવે ભારતમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહી છે. કંપનીએ સૌથી પહેલા ભારતમાં આઇફોનનું વેચાણ શરૂ કર્યું હતું. પછી વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કરી. આ પછી દેશમાં એપલની એસેમ્બલિંગ લાઇન શરૂ થઇ ગઇ હતી અને તેણે એપલનો એક્સક્લુઝિવ સ્ટોર પણ ખોલ્યો હતો. હવે કંપની ભારતમાં વધુ એક મોટું કામ કરવા જઈ રહી છે.

જી હાં, એપલે હવે ભારતમાં એક અલગ સબ્સિડિયરી કંપની બનાવી છે. આ કંપની હવે ભારતમાં એપલના નવા ઉત્પાદનો પર સંશોધન અને વિકાસ પર કામ કરશે. એટલું જ નહીં આ કંપની પ્રોડક્ટ્સની ડિઝાઈન અને ટેસ્ટ પણ કરશે.

એપલની નવી કંપની ખુલશે

એપલ ઇન્કે હવે ભારતમાં 100 ટકા પેટાકંપની એપલ ઓપરેશન્સ ઇન્ડિયાની રચના કરી છે. આ કંપની એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ, લીઝિંગ, હાર્ડવેર ડેવલપમેન્ટ માટે એન્જિનિયર્સની ભરતી અને ગ્રુપ કંપનીઓના ફેલ્યોર એનાલિસિસ માટે કામ કરશે. એપલે આ કંપનીના ગઠન માટે આરામનો પત્ર આપ્યો છે. એપલ ઓપરેશન્સ ઇન્ડિયાએ ગયા અઠવાડિયે કંપનીના રજિસ્ટ્રારને આ વિશે માહિતી આપી છે. જો કે, એપલ તરફથી આ અંગે સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી.

સંશોધન અને વિકાસ કેન્દ્ર સાથે વિશ્વનો પાંચમો દેશ

આમ તો એપલ તેની પ્રોડક્ટનું વેચાણ આખી દુનિયામાં કરે છે, પરંતુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર કેટલાક દેશોમાં છે. હાલ કંપની અમેરિકા, ચીન, જર્મની અને ઇઝરાયલમાં આર એન્ડ ડી સેન્ટર ધરાવે છે. આ પહેલીવાર છે જ્યારે એપલે ભારતમાં સીધી પેટાકંપની બનાવી છે. સાથે જ તે ભારતમાં કંપલીનું પહેલું આર એન્ડ ડી સેન્ટર પણ છે.

Must Read: જાપાને લોન્ચ કર્યો વુડન સેટેલાઇટ, જાણો હવે કેવી રીતે બદલાશે અંતરિક્ષની દુનિયા

સંબંધિત સમાચાર

તાજા સમાચાર