રવિવાર, ઓક્ટોબર 13, 2024

ઈ-પેપર

રવિવાર, ઓક્ટોબર 13, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનઅભિનેતા ગોવિંદાને આકસ્મિક રીતે પોતાની રિવોલ્વરથી પગમાં ગોળી વાગી જતાં હોસ્પિટલમાં દાખલ

અભિનેતા ગોવિંદાને આકસ્મિક રીતે પોતાની રિવોલ્વરથી પગમાં ગોળી વાગી જતાં હોસ્પિટલમાં દાખલ

નવી મુંબઈ : અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂક વડે પગમાં ગોળી વાગી ગઇ છે. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની છે. સવારે ક્યાંક જવા માટે નિકળી રહ્યા હતા. તે સમયે ભૂલથી મિસ ફાયર થયું હતું. હવે અભિનેતા CRITI કેયર હોસ્પિટલમાં દાખલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે સમયે આ ઘટના બની હતી ત્યારે ગોવિંદા ઘરે એકલા હતા. તે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાની લાયસન્સવાળી બંદૂકને સાફ કરી રહ્યા હતા. ત્યારે અચાનક મિસ ફાયર થતાં તેમના ઘૂંટણમાં ગોળી વાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાએ પોતાની પડોશમાં રહેતા પોતાના સંબંધીને કોલ કર્યો અને તેમણે ઘટનાસ્થળે પહોંચી ગોવિંદાને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અભિનેતાની બંદૂકમાંથી મિસફાયર થયું છે અને ગોળી તેમના ઘૂંટણમાં વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી બંદૂક છે. તો બીજી તરફ તેમના પરિવાર અને ટીમે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. માહિતી અનુસાર અભિનેતા અને શિવસેના નેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોતાની બંદૂકને કવરમાં મૂકી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાંથી બંદૂક પડી અને મિસ ફાયર થયું હતું, જેના લીધે તેમના પગમાં ગોળી વાગી હતી. ડોક્ટરોએ ગોળી નિકાળી દીધી છે અને તેમની તબિયત સ્વસ્થ છે. આ જાણકારી તેમના મેનેજર શશિ સિન્હાએ આપી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર