મંગળવાર, ડિસેમ્બર 23, 2025

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 23, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઅરવલ્લી બચાવવા માટે ગાંધીનગર સુધી કરાશે કૂચ, AAPની સભામાં ચૈતર વસાવા-યુવરાજસિંહ હાજર...

અરવલ્લી બચાવવા માટે ગાંધીનગર સુધી કરાશે કૂચ, AAPની સભામાં ચૈતર વસાવા-યુવરાજસિંહ હાજર રહ્યાં

ખેડબ્રહ્માના ખેરોજ અરવલ્લી બચાવો સભા યોજાઈ હતી. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા આ જાહેરસભામાં હાજર રહ્યા હતા. અરવલ્લી બચાવવા માટે આગામી દિવસમાં ગાંધીનગર કરાનારી કુચમાં જોડાવવા માટે અપીલ કરાઈ હતી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને હરાવવા હાંકલ કરવામાં આવી હતી. પોશીના તાલુકા પંચાયતના ભાજપના તાલુકા સદસ્ય આપમાં જોડાયા હતા. આપ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વાસાવાની ઉપસ્થિતિમાં આપનો ખેસ પહેર્યો છે. પોશીના તાલુકા પંચાયતમાં દંત્રાલ 1 બેઠકના ભાજપના સદસ્ય મુકેશભાઈ ચંદુભાઈ ડાભી સાથે ગ્રામજનો જોડાયા. ગઈ કાલે ભાજપના સદસ્ય મુકેશભાઈ ડાભીએ રાજીનામુ પોશીના તાલુકા વિકાસ અધિકારીને આપ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર