નાસ્તાના પડીકા ખાતા પહેલા ચેતજો ! રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ચકચારી મચી ગઈ છે. જે બાદ હવે ફુડપેકેટ વાળા નાસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. એક ગ્રાહકે ખરીદેલા ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચવાણામાં નીકળી ગરોળી
મળતી માહિતી મુજબ, ગ્રાહકે બજારમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું. પેકેટ ખોલીને નાસ્તો કરતી વખતે અંદરથી મરેલી ગરોળી જોવા મળતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ગ્રાહકનો દાવો છે કે પેકેટની અંદર પહેલેથી જ ગરોળી હાજર હતી, જેના કારણે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર ઉઠ્યા સવાલઆ ઘટનાને પગલે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. સંબંધિત વિભાગો દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠી રહી છે. જોકે, કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.