સોમવાર, મે 25, 2026

ઈ-પેપર

સોમવાર, મે 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતમહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, NCRB રિપોર્ટ 2024માં મહત્વપૂર્ણ ખુલાસો

મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, NCRB રિપોર્ટ 2024માં મહત્વપૂર્ણ ખુલાસો

મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, NCRB રિપોર્ટ 2024માં મહત્વપૂર્ણ ખુલાસો

દેશભરમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાના મુદ્દે ગુજરાતે ફરી એકવાર આગવું સ્થાન મેળવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) રિપોર્ટ 2024 અનુસાર ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં અગ્રેસર તરીકે ઉભર્યું છે. રાજ્યમાં કુલ ગુનાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછો નોંધાયો છે, જે ગુજરાત પોલીસની સક્રિય કામગીરી અને મજબૂત કાયદો-વ્યવસ્થાનો પુરાવો માનવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને મહિલા અને બાળ સુરક્ષાના મામલે ગુજરાતે દેશભરમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ, મિલકત સંબંધિત ગુનાઓ, ખૂન, બળાત્કાર અને અન્ય ગંભીર ગુનાઓના કેસોમાં રાજ્યનો ક્રાઈમ રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો રહ્યો છે. જેના કારણે રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઉભું થયું હોવાનું માનવામાં આવે છે.

રિપોર્ટ મુજબ અપહરણના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સાથે જ રાજ્યમાં દારૂબંધી કાયદા હેઠળ અનેક કેસ નોંધાતા હોવા છતાં કુલ ક્રાઈમ રેટ નિયંત્રણમાં રહેવું ગુજરાત પોલીસની કડક અને અસરકારક કામગીરીને દર્શાવે છે.

સુરક્ષા, શાંતિપૂર્ણ વાતાવરણ અને ઝડપી કાયદાકીય કારણે ગુજરાત આજે રોકાણ, ઉદ્યોગ અને સામાન્ય નાગરિકોના જીવન માટે વિશ્વાસપૂર્ણ રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે. NCRB રિપોર્ટ 2024 બાદ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર