શનિવાર, મે 23, 2026

ઈ-પેપર

શનિવાર, મે 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાજકોટના જસદણમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો, વાવણી કામગીરી પર ગંભીર અસર

રાજકોટના જસદણમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો, વાવણી કામગીરી પર ગંભીર અસર

જિલ્લાના વિસ્તારમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાલ ખેતી અને વાવણીની સીઝન ચાલી રહી હોવાથી ટ્રેક્ટર, પાણી ખેંચવાના પંપ અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલની માંગ વધી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ ન થતાં ખેડૂતોમાં ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે.

માહિતી મુજબ, ડીઝલ મેળવવા માટે ખેડૂતો મોડીરાત્રથી જ પેટ્રોલ પંપ પર પહોંચી લાંબી કતારોમાં ઉભા રહી રહ્યા છે. અનેક ખેડૂતોનો આક્ષેપ છે કે 10 થી 12 કલાક સુધી રાહ જો્યા બાદ પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળતું નથી. મર્યાદિત જથ્થામાં ડીઝલ આપવામાં આવતા અનેક ખેડૂતોને નિરાશ થઈ પરત ફરવું પડી રહ્યું છે.

ડીઝલની અછતને કારણે કૃષિ કામગીરી પર સીધી અસર પડી રહી છે. ટ્રેક્ટર અને અન્ય મશીનો બંધ પડતાં વાવણી અને ખેતી સંબંધિત કામોમાં વિલંબ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાક ઉત્પાદન પર પણ ગંભીર અસર પડી શકે છે.

પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો અને ખેડૂતોની ભીડને કારણે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. હાલ સમગ્ર પરિસ્થિતિને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર