શનિવાર, મે 23, 2026

ઈ-પેપર

શનિવાર, મે 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઆજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના ગીરસોમનાથ અને અમરેલી,...

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના ગીરસોમનાથ અને અમરેલી, દિવમાં વરસાદની આગાહી

અમદાવાદઃ નિકોલમાં સેલ્સગર્લ દ્વારા કરોડની ચોરી કેસમાં નવો વળાંક

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સેલ્સગર્લ દ્વારા કરોડોની સોના ચોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. કેસની આરોપી સેલ્સગર્લ હર્ષિદાએ ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હર્ષિદાનો આરોપ છે કે તેની ધરપકડ દરમિયાન યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું તેમજ મહિલા પોલીસ વિના તેની ચેકિંગ કરવામાં આવી હતી. સાથે જ તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોનુ અને 1 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કોર્ટે ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી હવે સોમવારે હાથ ધરાશે.

દેશમાં OBCના અલગ મંત્રાલય બનાવવાની ઉઠી માગ

દેશમાં OBC માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી છે. OBC આગેવાન અને ભાજપ નેતા હરી ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી આ મુદ્દે રજૂઆત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે 146 OBC જ્ઞાતિઓને બજેટનો યોગ્ય હિસ્સો મળતો નથી. સાથે જ તેમણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાની પણ માંગ કરી છે. હરી ચૌધરીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અલગથી OBC મંત્રાલય સ્થાપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી 50 ટકાથી વધુ વસતી ધરાવતા આ વર્ગને પૂરતો ન્યાય મળી શકે. હાલમાં OBC વર્ગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર