સોમવાર, માર્ચ 30, 2026

ઈ-પેપર

સોમવાર, માર્ચ 30, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતભાવનગર: વરતેજ ગામમાં બે સમાજ વચ્ચે વધ્યો તણાવ

ભાવનગર: વરતેજ ગામમાં બે સમાજ વચ્ચે વધ્યો તણાવ

ભાવનગર: વરતેજ ગામમાં બે સમાજ વચ્ચે તણાવ વધ્યો છે. બજારમાં સામાન્ય ઝઘડાને લઈને મામલો ઉગ્ર બન્યો. અજાણ્યા લોકો વચ્ચે માથાકૂટ થતાં વિસ્તાર બાનમાં લીધો. અજાણ્યા શખ્સોએ દુકાનમાં ભારે તોડફોડ કરી. ઘટનાને પગલે લોકોને હાથ પગમાં નાની મોટી ઈજા પહોંચી. પરિસ્થિતિ વણસતા પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. પોલીસે તમામ લોકોને ઘરમાં રહેવા અપીલ કરી.

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર

ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યુ છે. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. ગોવિંદ પરમારનું આકસ્મિક મૃત્યુ થતા આ બેઠક ખાલી પડી હતી. જે બાદ ભાજપે તેમના પુત્ર હર્ષ પરમારને ટિકિટ આપી છે. આ બેઠક પર 23 એપ્રિલે મતદાન થવાનું છે. 6 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરાશે અને 4 મે ના રોજ પરિણામ જાહેર થશે.

રાજકોટઃ ધોરાજીના જામકંડોરણા રોડ નજીક યુવકની હત્યા

રાજકોટઃ ધોરાજીના જામકંડોરણા રોડ નજીક યુવકની હત્યા. કારમાં આવેલા શખ્સોએ ઘાતકી હથિયારથી યુવક પર હુમલો કર્યો.  વેપારી યુવકની હત્યા CCTV માં કેદ થયો છે. આંગડિયા પેડી સંચાલકો પર હત્યાનો આરોપ લાગ્યો છે. ગઈકાલે બે આરોપીની ધરપકડ થઈ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર