અમદાવાદમાં જાહેર રજા અવગણતા અંકુર સ્કૂલ સામે કાર્યવાહી
અમદાવાદ ના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલ દ્વારા રામનવમી ની જાહેર રજાને અવગણી શાળા ચાલુ રાખવાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. બોર્ડના નિયમ મુજબ જાહેર રજાના દિવસે શાળામાં રજા રાખવી ફરજીયાત હોવા છતાં નિયમ ભંગ થતાં શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને સમગ્ર મામલે ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
ગોધરા મંદિરમાં ચોરી, તસ્કરો દાનપેટી તોડી રોકડ લઈ ફરાર
ગોધરા ના તળાવ રોડ પર આવેલી બાવાની મઢીમાં બેફામ તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપતા ચકચાર મચી છે. તસ્કરોએ દાનપેટી તોડી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા અને પુરાવા નષ્ટ કરવા CCTV કેમેરા તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, ચોરી દરમિયાન તેમની હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે. શહેરના ભરચક વિસ્તારમાં આવેલા મંદિરમાં આવી ઘટના બનતા લોકોમાં ભય અને રોષ ફેલાયો છે.
આવનારા સમયમાં 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે: પીએમ મોદી
જેવરમાં બોલતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ૧૦૦ નવા એરપોર્ટ બનાવવામાં આવશે. આજે, તેમણે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું.


