આંબરડી સફારી પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર
આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કુલ 2,07,447 લોકોએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી છે. તેમાં 2,07,419 ભારતીય મુલાકાતીઓ અને 28 વિદેશી મુલાકાતીઓનો સમાવેશ થાય છે. ભારતીય મુલાકાતીઓ પાસેથી પાર્કને 3,49,58,830 રૂપિયાની આવક થઈ છે, જ્યારે વિદેશી નાગરિકો પાસેથી 62,540 રૂપિયાની આવક નોંધાઈ છે. કુદરતી સૌંદર્ય અને વન્યજીવનને નજીકથી જોવા મળતી તકને કારણે આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓમાં દિવસેધિવસ વધુ લોકપ્રિય બનતું જાય છે.
- સુરતઃ યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરતમાં લોકોની ચિંતા વધીસુરતમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. શહેરમાં રસોઈ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન બુકિંગ બંધ થતા લોકો ગેસ એજન્સીઓ પર ઉમટી રહ્યા છે અને અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડશે તેવી આશંકા લોકોમાં ફેલાઈ છે, કારણ કે ઓનલાઈન બુકિંગ કરાવતા હોવા છતાં બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં વધુ ચિંતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં નાગરિકો દ્વારા ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં અને નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માગ ઉઠી રહી છે.
- 11 Mar 2026 12:23 PM (IST)PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં અધધ રોકાણપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે મોટું રોકાણ થશે. સાણંદ ખાતે આ ઉદ્યોગ હેઠળ કુલ 33,407 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. છેલ્લા બે વર્ષમાં ચાર ખાનગી કંપનીઓ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. 15 જૂન 2023ના રોજ સાણંદ GIDCને મેન્યુફેક્ચરિંગની મીની સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી.
- ધારાસભ્યો માટે થયું યોગનું આયોજન
- ધારાસભ્યો માટે ખાસ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. નવા ધારાસભ્ય ક્વાર્ટરમાં વિશેષ આયોજન હેઠળ આવતીકાલથી ત્રણ દિવસ માટે તમામ ધારાસભ્યો માટે યોગ શિબિર યોજાશે. યોગ શિબિર કેમ્પનું આયોજન યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે યોગ સંવાદ પણ યોજાશે. 12 અને 13 તારીખે સવારે 6:00 થી 7:30 દરમિયાન યોગ શિબિર યોજાશે અને તમામ 182 ધારાસભ્યો માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.


