અમદાવાદ : શીલજ–થલતેજ રોડ પર મોડી રાત્રે અકસ્માત
અમદાવાદ : શીલજ–થલતેજ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો. કારચાલકે પાંચથી વધુ વાહનો સાથે અકસ્માત સર્જ્યો. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો. કારચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધાયો. કારચાલક નિશિર શાહ શીલજનો રહેવાસી છે. અકસ્માત બાદ લોકોએ કારચાલકને માર માર્યો. કારચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજથી બે દિવસની દિલ્લી મુલાકાતે
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજથી બે દિવસની દિલ્લી મુલાકાતે છે. નીતીન નબીનના ઉમેદવારી ફોર્મ અને જાહેરાત પ્રસંગે ઉપસ્થિત રહેશે. ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીન નબીન આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી પણ દિલ્લીમાં છે, દિલ્લી કમલમમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતીન નબીન ઉમદવારી ફોર્મ ભરશે. આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતીન નબીનની સત્તાવાર જાહેરાત થશે.
રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. 9.6 ડિગ્રી તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડુ સ્થળ છે. નલિયામાં 11.2 ડિગ્રી, દીવમાં 12.2 ડિગ્રી તાપમાન છે. ડીસામાં 12.3 ડિગ્રી, પોરબંદર 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ, વડોદરામાં પણ પારો 15 ડિગ્રીની નીચે છે.


