શુક્રવાર, જાન્યુઆરી 2, 2026

ઈ-પેપર

શુક્રવાર, જાન્યુઆરી 2, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ: રેસકોર્સ ગ્રાઉન્ડ પર કથા દરમિયાન મોટી દુર્ઘટના ટળી

રાજકોટ: રેસકોર્સ ગ્રાઉન્ડ પર કથા દરમિયાન મોટી દુર્ઘટના ટળી

રાજકોટ: રેસકોર્સ ગ્રાઉન્ડ પર કથા દરમિયાન મોટી દુર્ઘટના ટળી

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી કથા દરમિયાન આજે મોટી દુર્ઘટના ટળી હતી. કથા મંડપના VVIP ડોમમાં અચાનક આગ લાગતા સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. કથા દરમિયાન યોજાયેલા ફાયર શો વખતે આગ ભભૂકી ઊઠતાં હાજર ભક્તોમાં ઘબરાટ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની સમયસરની સતર્કતા કારણે કોઈ મોટી જાનહાનિ થતી બચી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

આગની ઘટનાના પગલે થોડા સમય માટે કથા કાર્યક્રમ અટકાવવામાં આવ્યો હતો. આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા સ્થળની સુરક્ષા તપાસ કરવામાં આવી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાહેર કરાયું હતું. આયોજકો દ્વારા ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ ફાયર શો દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સાધનોને કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનામાં કોઈ ઇજા કે જાનહાનિ નોંધાઈ નથી. હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર