મંગળવાર, માર્ચ 3, 2026

ઈ-પેપર

મંગળવાર, માર્ચ 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતભરૂચના ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, એકનું મોત

ભરૂચના ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, એકનું મોત

તાપીમાં વધુ એક BLO કર્મચારીનું મોતતાપીમાં વધુ એક BLO કર્મચારીનું મોત થયુ છે. BLOનું કામ કરતા 38 વર્ષીય આંગણવાડી વર્કરનું મોત. કુકરમુંડાના પિશાવર ખાતે ઘટના બની. મૃતક મહિલા અન્ય બીમારીથી પણ પીડિત હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ બીમારીને કારણે મહિલાની તબિયત લથડી હતી.

ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલા નાઈટ્રેકસ કંપનીના પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટથી એક વ્યક્તિનું મોત થયું છે. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોલ ડાઈઝેસ્ટરમાં થયેલા આ જોરદાર વિસ્ફોટમાં નજીકમાં કામ કરતા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે બીજાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

રાજકોટના જસદણમાં થયેલા માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુતનિધિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ કાર એટલી ખરાબ રીતે દબાઈ ગઈ હતી કે ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે કટરનો સહારો લેવો પડ્યો હતો. ઘટના સમયે જૈન સાધ્વીઓ જસદણથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતા બચાવ ટીમે તાત્કાલિક કાર્ય શરૂ કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર