ગુજરાતની મતદારયાદીમાં SIR – સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની મંગળવારથી હાથ ધરાશે કામગીરી
આવતીકાલથી શરૂ થતી SIR કામગીરી પહેલા, બુથ લેવલ ઓફિસર(બીએલઓ)ને અપાઈ વિશેષ તાલીમ. ઘરે ઘરે જનાર બુથ લેવલ ઓફિસરને વિશેષ તાલીમ આપવામાં આવી છે. આવતીકાલથી લઈને 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે પ્રક્રિયા. 3 થી વધુ વખત નાગરિકોના ઘરે જઈને સમગ્ર કામગીરી કરવા અપાઇ સૂચના. સાબિતી અને પુરાવા સંબધિત કામગીરી અંગે પણ BLO ને અપાઇ સૂચના. મતદારો પાસે કોઈ પણ દસ્તાવેજ પુરાવા તરીકે ના લેવા માટે પણ અપાઈ સ્પષ્ટ સૂચના. સમગ્ર SIR માટે હાલ લાખો ફોર્મ પ્રિન્ટિંગ થવાનું કામ પ્રગતિમાં છે.
સવારના 6થી સાંજના 4 સુધીમાં 25 તાલુકામાં વરસાદ
આજે સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વઘુ વરસાદ કચ્છના અંજારમાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે ભાવનગરના ઘોઘામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા, ભરૂચ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ અને દેવભૂમિદ્વારકા જિલ્લાના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ સાથે ઝડપાયેલ નાઈજીરીયનને 15 વર્ષને કેદ, 2 લાખનો દંડ
અમદાવાદ એરપોર્ટ પર 2018ના વર્ષમાં પકડાયેલ ડ્રગ્સના કેસમાં, સ્પેશિયલ કોર્ટે વિદેશી નાગરિકને લઈને સંભળાવ્યો મહત્વનો ચુકાદો. વિદેશથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડનાર વ્યક્તિને કોર્ટે સંભળાવી સજા. ડ્રગ્સ કેરીયર નાઈઝીરીયન શખ્સને 15 વર્ષ સખત કેદની સજા સંભળાવી. કોર્ટે આરોપીને 2 લાખનો દંડ પણ ફટકાર્યો. અમદાવાદ એરપોર્ટ પરથી વર્ષ 2018માં SOG ક્રાઇમે નાઈઝીરીયન શખ્સ પાસે કબ્જે કર્યું હતું કોકેઈન ડ્રગ્સ. આરોપી ઝોહું એલેક્સિસ પાસેથી પકડાયું હતું ₹2.17 કરોડનું ડ્રગ્સ.


