ગઈકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મળી, સરકાર સમક્ષ કેટલીક કેસો પરત ખેંચવા માટે રજુઆત કરી હતી. આ મુદ્દે ખાસ નોંધનીય વાત એ રહી કે, સૌરાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલે એક વિડીયો જાહેર કરીને રાજ્યના યુવાનો અને સમાજને સીધી સંદેશ આપી છે.
વિડીયોમાં આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું કે, “સરકાર પાસે કેસો પાછા ખેંચવા માટે કોઈને પણ ભીખ માગવાની જરૂર નથી. સમાજનું નામ લઈને રાજકીય લાભ લેવા માટે આગેવાનો જે પ્રયાસો કરે છે, તેમને સમાજે ખુલ્લા પાડવા જોઈએ.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર જો માંગે તો કેસો પરત ખેંચી શકે, નહિતર તો પરત ન ખેંચે તો પણ કાંઈ મુશ્કેલી નથી. આ સંદર્ભમાં, યુવાનોને એકત્ર થવાની અને સમાજ માટે એકજ કડી બનવાની પણ આંદેશ આપી.
આ વિડીયો અને રજુઆતથી સ્પષ્ટ થાય છે કે, સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો હવે પોતાની માંગણીને ખુલ્લા અને સાફ રીતે રજૂ કરવા તૈયાર છે, અને યુવાનોને પણ સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરી રહ્યા છે.